આદિવાસી વિસ્તારમાં ભક્તિનો મહાસંગમ: જામનપાડામાં માવલી માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
આદિવાસી વિસ્તારમાં ભક્તિનો મહાસંગમ: જામનપાડામાં માવલી માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખેરગામ તાલુકાના જામનપાડા ગામની ટેકરી પર વિરાજતા પ્રસિદ્ધ માવલી માતા મંદિરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પવિત્ર પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, યજ્ઞ-હવન તથા મહાઆરતી જેવા આયોજનો ધામધૂમથી યોજાયા હતા. આદિવાસી બહુલ વિસ્તારના હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા, જેમની અતૂટ આસ્થા માવલી માતા સાથે જોડાયેલી છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લ તથા ધર્મચાર્ય પરભુદાદા પધાર્યા હતા. પ્રફુલભાઈએ માવલી માતાના મહિમાનું વિસ્તારથી વર્ણન કર્યું અને સ્થાનના આધ્યાત્મિક મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો, જ્યારે પરભુદાદાએ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. ગામના સરપંચ કોકિલાબેન ચૌધરી, અગ્રણી કરસનભાઈ પટેલ તથા આચાર્ય ગુણવંતભાઈ વિપ્ર (લખુપરા)એ મહેમાનો તેમજ સંતોનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડીને હાર્દિક સ્વાગત કર્યું હતું. પ્રફુલભાઈએ આ ભવ્ય આયોજન માટે કરસનભાઈ પટેલ તથા તમામ આયોજકોની ખૂબ પ્રશંસા કરી અને આ સ્થાનને “સાક્ષાત્ માવલી માતા બિરાજે છે” તેવું ગૌરવ આપ્યું હતું. આ મહોત્સવથી સમગ્ર વિસ્તારમાં...